International Journal of Academic Research and Development

International Journal of Academic Research and Development


International Journal of Academic Research and Development
International Journal of Academic Research and Development
Vol. 2, Issue 2 (2017)

ધોરણ-૧૧ ના નામાના મૂળતત્વો વિષયમાં અગ્રિમ સંગઠક પ્રતિમાનની અસરકારકતાનો અભ્યાસ


ડૉ. રાજેશ આઇ. ભટ્ટટ્ટ

શિક્ષણની ગુણવતા વધારવા માટે તેમાં નવા પરિવર્તન લાવવા માટે પધ્ધતિ ઉપરાંત અધ્યાપન પ્રતિમાનોનો પણ ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. વિવિધ મનોવિજ્ઞાનીઓએ અધ્યયન પ્રતિમાનો વિકસાવ્યા છે. જેમ કે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન, વિકાસાત્મક પ્રતિમાન, મૂલ્ય વિશ્લેષણ પ્રતિમાન વગેરે. આ પ્રતિમાનોને લાંબાગાળાના સંશોધનોનો સતત આધાર પ્રાપ્ત થયો છે. અગ્રિમ સંગઠક પ્રતિમાનની અસરકારકતા તપાસવા અભ્યાસ હાથ ધર્યો છે. જેના હેતુઓ ધો.૧૧ના નામાના મૂળતત્વો વિષય અંતર્ગત ઘસારા એકમ અંગે અગ્રિમ સંગઠક પ્રતિમાન આધારિત શિક્ષણ આયોજન કરવું અને તેને તજજ્ઞતા દ્વારા પ્રમાણિત કરવું, ધો.૧૧ના નામાના મૂળતત્વો વિષયમાં અંતર્ગત ઘસારા એકમ માટે પ્રાયોગિક જૂથના વિદ્યાર્થીઓ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓએ મેળવેલ શૈક્ષણિક સિદ્ધિનો તુલનાત્મક અભ્યાસ કરવો, ધો.૧૧ના નામાના મૂળતત્વો વિષયમાં પ્રાયોગિક જૂથના છોકરાઓ અને નિયંત્રિત જૂથના છોકરાઓની શૈક્ષણિક સિદ્ધિનો તુલનાત્મક અભ્યાસ કરવો અને ધો.૧૧ના નામાના મૂળતત્વો વિષયમાં પ્રાયોગિક જૂથના છોકરીઓ અને નિયંત્રિત જૂથના છોકરીઓએ મેળવેલ સિદ્ધિનો તુલનાત્મક અભ્યાસ કરવો. માહિતી એકત્રીકરણમાં પ્રાયોગિક જૂથમાં અગ્રિમ સંગઠક પ્રતિમાન આધારિત અધ્યાપન હેઠળના વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો અને નિયંત્રિત જૂથના પ્રણાલિગત પધ્ધતિથી જેમનું અધ્યાપન થયેલ હતું. તે વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો એકત્ર કર્યા હતા. આ ઉપરાંત ઉત્કલ્પના આધારિત જાતિને આધારે સિદ્ધિ પ્રાપ્તાંકોની મધ્યક, પ્રમાણિત વિચલન, પ્રમાણભૂલ અને દ્દ-પ્રાપ્તાંકોની ગણતરી કરીને સાર્થકતાકક્ષા નક્કી કરવામાં આવી છે. આ સંશોધનમાં પ્રાયોગિક સંશોધન પધ્ધતિ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેના તારણો નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓ કરતાં પ્રાયોગિક જૂથના વિદ્યાર્થીઓમાં અગ્રિમ સંગઠક પ્રતિમાનની અસરકારકતા વધારે જોવા મળી હતી અને પ્રાયોગિક જૂથની છોકરીઓની શૈક્ષણિક સિદ્ધિ નિયત્રિત જૂથની છોકરીઓ કરતાં વધારે જાવો મળી હતી તેથી કહી શકાય કે પ્રાયોગિક જૂથની છોકરીઓમાં આ પ્રિતમાન આધારિત અધ્યયન અસરકારકતા વધારે જોવાં મળે છે.
Pages : 164-167 | 1950 Views | 352 Downloads